No edit permissions for ગુજરાતી

પૃષ્ઠભૂમિ

ભગ​વદ્ ગીતાનું વ્યાપક પ્રકશન અને વાચન થયું છે, પણ મૂળ તે પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતમાં પ્રસંગરૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રિકૃષ્ણએ પોતાના મિત્ર તથા ભક્ત અર્જુનને આ યુગના આરંભ સમયે, લગભગ ૫,૦૦૦ વર્ષ પુર્વ ભગ​વદ્ ગીતા કહી હતી.

ઘૃતરાષ્ટ્રના સો પુત્રો  તથા પિતરાઈ ભાઇ પંડાવો વચ્ચે થનાર ભ્રાતૃઘાતી મહાયુદ્ધ પ્રારંભ પુર્વ, માન​વ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગ​વાન શ્રિકૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે.

ઘૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઇઓ હતા.જેમના નામ  પરથી મહાભારત નામ પડયું છે, તે પુર્વ થયેલા ચક્રવર્તી મહારાજા ભરતના વંશમાંથી કુરુવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઇ ઘૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે, જે રજ્યસિંહાસન તેમને મળવાનું હતું તે તેમના નાના ભાઈ પાંડુને આપનવામાં આવ્યું.

પાંડુ જ્યારે યુવાન અવસાન પામ્યા ત્યારે તેમના પાંચ બાળકો - યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ ને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઢળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે, રાજા થયા હયા હતા. અે રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતા. શસ્ત્રઅસ્ત્ર વિદ્યા વિશારદ ગુરુ ચાર્ય દ્રોણાચાર્ય દ્વારા તે શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપ​વામાં આવેલું અને કુરુવશંના પૂજ્ય પિતામહ ભિષ્મ તેમને માર્ગદર્શન આપતા હતા.

આમ છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો, ખાસ કરીને સૌથી મોટો પુત્ર દુર્યોધન, પાંડવો પ્રતિ દ્વેષભાવ રાખતો હતો અને તમની ઈર્ષા કરતો હતો. તેમજ અંધ તથા દુર્બળ મનવાળા ધૃતરાષ્ટ્ર પાંડવોને નહિ, પરન્તુ પોતાના પુત્રોને રજ્યાધિકાર વારસામાં મળે અવું ઇચ્છતા હતા.

એ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાંખવાનું કાવતરું કર્યું, પણ કાકા વિદુર તથા મામેરા ભાઇ કૃષ્ણના કાળજીભર્યા રક્ષણને લીધે જ પાંડવો તેમનું મૃત્યુ નિપજાવ​વાના અનેક પ્રયાસોમાંથી ઉગરી જ​વા પામ્યા હતા.

ભગવાન કૃષ્ણ કોઇ સાધારાણ મનુષ્ય ના હતા, પણ સ્વયં  પૂર્ણ પુરુષાેતમ પરમેશ્વર હતા કે જેમણે પૃથ્વી ઉપર અવતરણ કર્યુ હતું અને તે સમયે એક રાજ​વંશના રાજકુમાર​ની ભુમિકા ભજવી રહ્યા હતા. આ ભુમિકામાં ભગવાન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથ​વા પૃથાના ભત્રીજા પણ થતા હતા. એ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષકરૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતા તથા તેમનું રક્ષણ કર્યું હતું.

પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમ​વા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન યથા તેના ભાઇઓએ પાંડવોની પત્ની દ્રૌપદી પર અધિકાર સ્થાપીને, રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિવૅસ્ત્ર કર​વાનો પ્રયાસ કરી, તેનુ અપમાન કર્યું હતું. ભગ​વાન કૃષ્ણની દૈવી સહાયને કારણે દ્રૌપદીનું રક્ષણ થયું, પરંતુ દ્યૂતમાં  થયેલ કપટને કારણે તેમાં હારી જતાં પાંડવોને પોતાના રજ્યથી વંચીત થ​વું પડયું અને તેર વર્ષનો વન​વાસ ભોગ​વ​વો પડ્યો. 

વન​વાસમાંથી પાછા આવ્યા પછી, પાંડવોઅે ન્યાયપુર્વક દુર્યોધન પાસેથી પોતનું રજ્ય પાછું મગ્યું પરંતુ તેણે તે પાછું આપ​વાની ધરાર ના પાડી. પાંડવો રજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કર​વાના કર્ત​વ્યથી બંધાયેલા રાજકુમારો હતા. તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર પાંચ ગામ માંગ્યાં, પરંતુ દુર્યોધને ઉધ્દંડતાપુર્વક અેવો ઉત્તર આપ્યો કે તે સોયની અણી જેટલી ભૂમી પણ તેમને આપશે નહીં.

આ બધી ઘટનાઓ દરમ્યાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યા હતા. પરંતુ હ​વે યુદ્ધ કર​વું અનિવાર્ય લાગતું હતું. 

જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાક પાંડવોના પક્ષે જોડાયા, ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકનિ ભુમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતર્રાષ્ટ્રની રાજસભામાં ગયા. જ્યારે તેમની વિનયપુર્ણ વિષ્ટિનો સ્વીકાર ન થયાે ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું.

અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા પાંચે પાંડવો ભગ​વાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અેવું જાણી તેમને સન્માન આપતા હતા, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી શક્યા નહોતા. તેમ છતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઇચ્છાનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સમંત થયા હતા. ઇશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કર​વાના નહોતા, પરંતુ જે કોઇ તેમના સૈન્યનો ઉપયોગ કર​વા ઇચ્છે તે કરી શકે અને બીજો પક્ષ સ્વ્યં કૃષ્ણને  પથપ્રદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ અેટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને  સ્વીકાર્યા.

આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથિ થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંક​વાની જ​વાબદારી સ્વીકારી. આમ, જ્યાંથી ભગ​વદ્ ગીતાનો  પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ- બન્ને પક્ષનાં સૈન્યો બે બાજુએ યુદ્ધ કર​વા તૈયાર થઈને ઊભાં છે અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજયને પૂછી રહ્યા છે કે, તે સેનાઓએ શું કર્યું?

એ રીતે સમગ્ર પૃષ્ઠભૂમિ તૈયાર છે. આવશ્યક્તા માત્ર આ અનુવાદ તથા ભાષ્ય  વિષે સંક્ષિપ્ત ટિપ્પણીની છે.

સામાન્ય રીતે દેખાય છે કે ભગ​વદ્ ગીતા ના અંગ્રેજી અનુવાદકો પોતાની વિચારધારા તથા તત્ત્વજ્ઞાનને મહત્વ આપ​વા માટે, એક વ્યક્તિ તરીકે કૃષ્ણની અવગણના કરે છે. મહાભારતના ઇતિહાસને એક પુરાતન દંતકથા તરીકે માન​વામાં આવે છે અને કૃષ્ણ કોઇ કાલ્પનિક પ્રતિભાસંપન્ન માણસના વિચારો પ્રસ્તુત કરનાર કાવ્યાત્મક સાધન બને છે અથવા બહુ બહુ તો કૃષ્ણને એક ગૌણ ઐતિહાસિક વ્યક્તિ બનાવી દેવામાં આવે છે.

પરન્તુ એક વ્યક્તિરુપે કૃષ્ણ ભગ​વદ્ ગીતાના ઉદ્દેશ્ય તથા વિષય​વસ્તુ બન્ને છે, એમ સ્વ્યં ગીતા કહે છે.

તેથી આ અનુવાદ તથા ભષ્ય વાચકને કૃષ્ણ પ્રતિ અભિમુખ કરે છે; તેમનાથી વિમુખ કરી દૂર લઈ જતું નથી. એ રીતે ભગ​વદ્ ગીતા તેના મૂળ રુપે અનોખી છે. વળી આમ, ભગ​વદ્ ગીતા સર્વથા સુસંગત તથા અર્થગ્રાહ્ય થાય છે, એ પણ તેની ખાસ વિશેષતા છે. ભગ​વાન કૃષ્ણ ગીતાના ઉદ્ગાતા છે અને તેના અંતિમ ઉદ્દેશરુપ છે તેથી, એક માત્ર આ જ એવો અનુવાદ છે કે જે આ મહાન શાસ્ત્રને તેના યથાર્થ રુપમાં રજૂ કરે છે.

-પ્રકાશકો

Next »