No edit permissions for ગુજરાતી

TEXT 3

paśyaitāṁ pāṇḍu-putrānām
ācārya mahatīṁ camūm
vyūḍhāṁ drupada-putreṇa
tava śiṣyeṇa dhīmatā

પશ્ય- જુઓ; એતામ્-આ; પાણ્ડુ પુત્રાણામ્-પાંડુના પુત્રોની; આચાર્ય-હે આચાર્ય; મહતીમ્-વિશાળ; ચમૂમ્-સેનાને;વ્યૂઢામ્-વ્યૂહમાં વ્યવસ્થિત; દ્રુપદ પુત્રેણ-દ્રુપદના પુત્ર વડે; તવ-તમારા; શિષ્યેણ-શિષ્ય વડે; ધીમતા-બહુ બુદ્ધિમાન. 

હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદપુત્રે બહુ નિપુણતાથી કરી છે. 

મહામુત્સદ્દી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલીનિર્દેશ કરવા માગતો હતો. અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતમાં ઝગડો થયો હતો. આ વિવાદના પરિણામે, દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો, જેનાથી તેને એક એવા પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. દ્રોણાચાર્ય આ વિષે સારી પેઠે જાણાતા હતા, તો પણ જયારે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે હતો અને દ્રોણાચાર્ય પાસેથી તે જ યુદ્ધકળા શીખ્યો હતો તેના જ આધારે તેણે આ વ્યૂહરચના કરી હતી. દુર્યોધને દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કાંઇ કચાશ રાખે નહીં. આના દ્રારા તે એમ પણ જણાવવા માગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો, પાંડવો પ્રતિ યુદ્ધમાં એવીજ રીતે ઉદાર રહે નહીં. ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો. દુર્યોધને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે.  

« Previous Next »