No edit permissions for ગુજરાતી

TEXT 2

sañjaya uvāca
dṛṣṭvā tu pāṇḍavānīkaṁ
vyūḍhaṁ duryodhanas tadā
ācāryam upasaṅgamya
rājā vacanam abravīt

સંજય:ઉવાચ-સંજય બોલ્યો; દૅષ્ટ્રવા- જોઇને; પાંડવ અનીકમ્ - પાંડવોનાં સૈન્યને; વ્યૂઢમ્- વ્યૂહરચનામાં ગોઠવાયેલ; દુર્યોધન:-રાજા દુર્યોધને; તદા-ત્યારે; આચાર્યમ્-ગુરુની; ઉપસંગમ્ય-પાસે જઇને; રાજા-રાજા; વચનમ્-શબ્દ; અબ્રવીત્- કહ્યાં. 

સંજય બોલ્યા : હે રાજા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઇને,રાજા દુર્યોધન, પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યાં. 

                ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતા. કમનસીબે, તેઓ આધ્યાત્મિક દૅષ્ટિએ પણ અંધ હતા. તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાંં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાત્રી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઇ સમાધાન કરશે નહીં. તેમ છતાં, તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિષે શંકાશીલ હતા, તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નનો હેતુ સંજય પામી ગયો હતો. એટલે જ સંજય, નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માંગતો હતો અને તે દ્રારા નિશ્વિત કરવા ઇચ્છતો હતો કે એમ કંઇ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઇ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા. તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઇને તરત જ, પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તતિક સ્થિતિની જાણ કરવા ગયો હતો. દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું. દુર્યોધન આમ રાજનીતિજ્ઞ થવા સર્વથા યોગ્ય હતો. પરંતુ જ્યારે દુર્યોધને પાંડવોની વ્યૂહરચના જોઇ, ત્યારે તેની મુત્સદ્દીગીરી તેના ભયને છુપાવી શકી નહી. 

« Previous Next »