No edit permissions for ગુજરાતી

TEXT 1

dhṛtarāṣṭra uvāca
dharma-kṣetre kuru-kṣetre
samavetā yuyutsavaḥ
māmakāḥ pāṇḍavāś caiva
kim akurvata sañjaya

ધૃતરાષ્ટ્ર: ઉવાચ - રાજા ધૃતરાષ્ટ્ર બોલ્યા; ધર્મક્ષેત્રે - તીર્થસ્થળમાં; કુરુક્ષેત્રે - કુરુક્ષેત્ર નામનાં સ્થાનમાં;  સમવેતા:-એકત્ર થયેલા; યુયુત્સવ:- યુધ્દ્ર કરવાની ઇચ્છાથી; મામકા:- મારા પક્ષના(પુત્રો); પાણ્ડવા:- પાંડુના પુત્રો; ચ-અને; એવ- નક્કી; કિમ્ - શું; અકુર્વત - તેમણે કર્યું; સંજય- હે સંજય. 

ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુધ્દ્ર કરવાની ઇચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું ?   

            ભગવદ્ ગીતા એ બહોળુંં વાચન ધરાવતુંં પારમાર્થિક વિજ્ઞાન છે, જેનો સારાંશ ગીતા માહાત્મ્યમાંં આપ્યો છે. તેમાં કહ્યું છે કે મનુષ્યે શ્રીકૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઇએ અને સ્વાર્થપ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે; તે એ છે કે જેવી રીતે અર્જુને સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતોપદેશની સમજણ મેળવી. જો એ જ ગુરુશિષ્ય પરંપરા દ્રારા, અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાનાં અર્થઘટનો મારફત કોઇ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદ્-ભાગ્ય પ્રાપ્ત થાય, તો તે સમસ્ત વૈદિક જ્ઞાન તથા વિશ્વનાં સમગ્ર શાસ્ત્રોનાં અધ્યયનને પાર કરી જાય છે. અન્ય શાસ્ત્રોમાં જે કંઇ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે, એટલું જ નહીં પરંતુ વાચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. ગીતાનુંં  આ વિશિષ્ટ ધોરણ છે. તે પૂર્ણ પરમાર્થવાદનુંં વિજ્ઞાન છે, કારણકે તે સીધે સીધુંં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, ભગવાન શ્રીકૃષ્ણ દ્રારા પ્રબોધાયેલું છે.
           મહાભારતમાં વર્ણવેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્ર્રા્રા ચર્ચાયેલા વિષયો, આ મહાન તત્વજ્ઞાનનો મૂળભૂૂૂત સિદ્ધાંત બની રહેે છે. એ સ્પષ્ટ છે કેે આ તત્વજ્ઞાનનો ઉદ્દગમ, પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર તીથૅસ્થળ  ગણાતાં કુરુક્ષેત્રનાં યુધ્દ્રસ્થળમાં થયો હતો. જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિત હતા, ત્યારે માનવજાતિનાં માર્ગદર્શન માટે ભગવાને તે પ્રબોધી હતી.  

                'ધર્મક્ષેત્ર (જ્યાં ધાર્મિક વિધિ-વિધાનો કરવામાં આવે છે તે સ્થળ) એ શબ્દ મહત્વનો છે, કારણ કે કુરુક્ષેત્રનાંં યુદ્ધક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા. કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર, પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિષે અત્યંત શંકાશીલ હતા. તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું, " મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું?" તેમને ખાત્રી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઇ પાંડુના પુત્રો એમ બંને પક્ષો, કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ર્વયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા. તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થસૂચક છે. પિતરાઇઓ અને ભાઇઓ વચ્ચે સુલેહ થાય એવી ધૃતરાષ્ટ્રની ઇચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોનાં ભાવિ વિષે નિશ્ર્વિતપણે જાણવા માંગતા હતા. આ યુદ્ધ, કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થસ્થળ તરીકે થયેલો છે, તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધનાં પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિષે ધૃતરાષ્ટ્ર અતિ ભયભીત થયેલા હતા. તેઓ સારી પેઠે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે, કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્યાત્માઓ હતા. સંજય વ્યાસનો શિષ્ય હતો, અને તેથી વ્યાસદેવની કૃપાથી, તે ધૃતરાષ્ટ્રનાં ભવનમાં બેઠાં બેઠાં પણ કુરુક્ષેત્રની યુદ્ધ પર થતી ઘટના નિહાળી શકતો હતો. તેથી જ ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધક્ષેત્રની સ્થિતિ વિષે પૂછ્યું હતું. 

                પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે, પરંતુ અહીં ધૃતરાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે. તેમણે હેતુપૂર્વક પોતાના પુત્રોને જ કુરુ કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ-અધિકારથી જુદા પાડ્યા. એ રીતે પાંડુના પુત્રો અર્થાત્ પોતાના ભત્રીજા પ્રત્યે ધૃતરાષ્ટ્રની વિશિષ્ટ મન:સ્થિતિ વ્યક્ત થતી જણાય છે. ડાંગરનાં ખેતરમાં જેમ અનિચ્છનીય ઘાસને ઉખેડી નાંખવામાં આવે છે તેમ, આ ગ્રંથની વિષયવસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા, શ્રીકૃષ્ણ ઉપસ્થિત હતા ત્યાં, કુરુક્ષેત્રરૂપી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતા

« Previous Next »