TEXT 10
aparyāptaṁ tad asmākaṁ
balaṁ bhīṣmābhirakṣitam
paryāptaṁ tv idam eteṣāṁ
balaṁ bhīmābhirakṣitam
અપર્યાપ્તમ્-અમાપ; તત્- તે; અસ્માકમ્-આપણું; બલમ્-બળ, શક્તિ; ભીષ્મ-પોતામહ ભીષ્મ દ્રારા; અભિરક્ષિતમ્-પૂર્ણપણે રક્ષાયેલ; પર્યાપ્તમ્-સીમિત; તુ-પરંતુ; ઇદમ્-આ બધુ6; એતેષામ્-પાંડવોનું; બલમ્-બળ;ભીમ-ભીમ દ્રારા; અભિરક્ષિતમ્-સારી રીતે રક્ષાયેલું.
આપણું સૌન્યબળ અમાપ છે અને આપણે સૌ પિતામહ ભીષ્મ દ્રારા પૂર્ણપણે રક્ષાયેલા છીએ, જ્યારે પાંડવોનુંં સૈન્યબળ ભીમ દ્રારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે.
અહીં દુર્યોધને તુલનાત્મક સૈન્યબળનો અંદાજ રજૂ કર્યો છે. તે એમ વિચારે છે કે અત્યંત અનુભવી સેનાનાયક પિતામહ ભીષ્મ દ્રારા પોતાની સેના વિશેષ સુરક્ષિત હોવાને કારણે,તેની સશસ્ત્ર સેનાની શક્તિ અમાપ છે. બીજે પક્ષે, પાંડવોની સેના સીમિત છે, કારણ કે તેનું રક્ષણ એક અલ્પ અનુભવી નાયક, ભીમ કરે છે કે જે ભીષ્મની સરખામણીમાં નગણ્ય છે. દુર્યોધન સદા ભીમનો દ્રેષ કરતો હતો, કારણકે તે જાણતો હતો કે જો પોતાનુંં મરણ નિપજશે તો તે એકમાત્ર ભીમ દ્રારા જ થશે. પરંતુ તે સાથે જ, તેને ભીષ્મની ઉપસ્થિતિને લીધે પોતાના વિજય માટે દર્ઢ વિશ્વાસ હતો, કારણ કે પિતામહ ભીષ્મ અત્યંત ઉત્કૃષ્ટ સેનાપતિ હતા. પોતે યુદ્ધમાં વિજયી થશે એવા પોતાના નિર્ણય વિષે તેને ખાત્રી હતી.