No edit permissions for ગુજરાતી

TEXT 9

anye ca bahavaḥ śūrā
mad-arthe tyakta-jīvitāḥ
nānā-śastra-praharaṇāḥ
sarve yuddha-viśāradāḥ

અન્યે-બીજા; ચ-પણ; બહવ:- અનેક; શૂરા:-વીરો; મત્ અર્થે-મારા માટે; ત્યક્ત જીવિતા:- પ્રાણ તજવા તત્પર; નાના:- અનેક; શસ્ત્ર- શસ્ત્રો; પ્રહરણા:- થી સજ્જ થયેલા; સર્વે-બધા; યુદ્ધ વિશારદા:- યુદ્ધવિદ્યામાં નિષ્ણાત. 

એવા અનેક વીરો પણ છે કે જેઓ મારા માટે પોતાનુંં જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી સુસજ્જ છે અને યુદ્ધવિદ્યામાં નિષ્ણાત છે. 

જયદ્રથ,કૃતવર્મા તથા શલ્ય જેવા અન્ય વીરોને સંબંધ છે ત્યાં સુધી, તેઓ દુર્યોધનને માટે પોતાના પ્રાણનુંં બલિદાન આપવા તત્પર છે.બીજા શબ્દોમાં કહી શકાય કે પાપી દુર્યોધનના પક્ષમાં જોડાવાને કારણે કુરુક્ષેત્રનાંં યુદ્ધમાં તેઓ બધા હવે મૃત્યુ પામવાના એ પૂર્વનિશ્વિત છે. અલબત્ત દુર્યોધનને ઉપર દર્શાવેલ પોતાના મિત્રોની સંયુક્ત શક્તિને કારણે પોતાના વિજયની ખાત્રી હતી. 

« Previous Next »