પ્રસ્તાવના
સર્વપ્રથમ મેં 'ભગવદ્ ગીતા તેના મૂળ રૃપે' આ જ રૃપે લખેલી કે જે રૃપમાં તે હવે પ્રસ્તુત કરવામાં આવે છે. દુભાગ્યવશ જ્યારે પહેલી વખત આનું પ્રકાશન થયું, ત્યારે મૂળ પાંઙુ લિપી ને નાની કરવામાં આવી, જેથી અધિકાંશ શ્લોકોની વ્યાખ્યા છુટી ગઇ હતી. મારી અન્ય સર્વ રચનાઓમાં પ્રથમ મૂળ શ્લોકો આપવામાં આવ્યા છે, પછી તેનું અંગ્રેજીમાં લિપ્યંતરણ અને ત્યાર પછી સંસ્કૃત શબ્દોનો અંગ્રેજીમાં અર્થ, પછી અનુવાદ અને અંતમાં ભાવાર્થ રહે છે. આમ કરવાથી રચના પ્રમાણભૂત અને વિદ્ર્ત્તાપૂણૅ બની જાય છે અને તેનો અર્થ સ્વયં સ્પષ્ટ બની જાય છે. આથી જ્યારે મારે પાંઙુલિપી નાની કરવી પડી, તો મને કોઈ પ્રસન્નતા ન થઈ. પરન્તુ જ્યારે ભગવદ ગીતા તેના મૂળરુપેની માગં વધી, ત્યારે સર્વ વિદ્રાન તથા ભક્તોએ મને અનુરોધ કર્યો કે હું આ રચનાને તેના મૂળરુપમાં પ્રસ્તુત કરું. તેથી જ જ્ઞાનની આ મહાન રચનાને મારી મૂળ પાંઙુલિપીનું રુપ આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે, જે પૂણઁ પરંપરાગત વ્યાખ્યાથી યુક્ત છે કે જેનાથી કૃષ્ણભાવનામૃત આંદોલનની વધુ પ્રગતિશીલ અને પુષ્ટ સ્થાપના થઇ શકે.
અમારું કૃષ્ણભાવનામૃત આંદોલન મૌલિક અૈતિહાસિક દૃષ્ટિથી પ્રામાણિક, સહજ તથા દિવ્ય છે, કેમ કે તે "ભગવદ ગીતા તેના મૂળ રૃપે" પર આધારિત છે. આ અખિલ વિશ્વમાં અને ખાસ કરીને નવી પેઢીમાં તે અતિલોકપ્રિય થઇ રહ્યું છે. તે જુની પેઢીમાં પણ અધિકાધિક સુરુચિ પ્રદાન કરનારું છે. પ્રૌઢ માણસો આમાં એટલી અભિરુચિ બતાવે છે કે અમારા શિષ્યોના પિતા તથા પિતામહ અમારા સંઘના આજીવન સભ્ય બનીને, અમારા ઉત્સાહમાં વધારો કરે છે. લોસ એન્જલસમાં અનેક માતા તથા પિતા મારી પાસે એ જણાવવા આવતા હતાં કે હું સમગ્ર વિશ્વમાં કૃષ્ણભાવનામૃત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યો છું તે માટે તેઓ આભારી હતા. તેમાંથી અમુક માણસોએ કહ્યું કે અમેરિકન જનતા બહુ ભાગ્યશાળી છે કે જેથી કરી મેં અમેરિકામાં કૃષ્ણભાવનામૃત આંદોલનનો શુભારંભ કર્યો. પરન્તુ આ આંદોલનના આદિ પ્રવર્તક તો ભગવાન કૃષ્ણ છે, કેમ કે આ આંદોલન તો બહુ સમય પૂર્વે ચાલુ થઇ ચૂક્યું હતું અને ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા આ માનવ-સમાજમાં ચાલી રહ્યું છે. આનો થોડો ઘણો શ્રેય હોય તો તે મારો નહીં, પરન્તુ મારા ગુરુ કૃષ્ણકૃપામૂર્તિ ૐ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય ૧૦૮ શ્રી શ્રીમદ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ પ્રભુપાદના કારણે છે.
જો આનું કંઇ પણ શ્રેય મારા ફાળે આવતું હોય, તો તે માત્ર એટલું જ છે કે મેં કોઇ પણ જાતની ભેળસેળ કર્યા વિના ભગવદગીતાને તેના મૂળ રૂપમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. મારા આ પ્રસ્તુતીકરણ પહેલાં ભગવદગીતાની જેટલી પણ અંગ્રેજી આવૃત્તિઓ પ્રગટ થઇ છે, તેમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાને વ્યક્ત કરવાનો પ્રયાસ દેખાઇ આવે છે. પરંતુ ભગવદગીતા તેના મૂળ રૂપેને પ્રસ્તુત કરવાનો અમારો પ્રયાસ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ઉદ્દેશ્યને પ્રસ્તુત કરવાનો છે. અમારું કાર્ય તો ભગવાન શ્રી કૃષ્ણની ઇચ્છાને પ્રસ્તુત કરવાનું છે, નહીં કે કોઇ રાજનીતિજ્ઞ, દાશૅનિક કે વૈજ્ઞાનિકની ઇચ્છાને પ્રસ્તુત કરવાનું, કારણ કે એમાં ગમે તેટલું જ્ઞાન કેમ ન હોય, પરંતુ કૃષ્ણવિષયક જ્ઞાન લેશમાત્ર હોતું નથી. જ્યારે કૃષ્ણ કહે છે - 'મન્મના ભવ મદ્દ ભક્તો મધાજી માં નમસ્કુરુ' - તો અમે તથાકથિત કહેવાતા પંડિતોની જેમ એમ નથી કહેતા કે કૃષ્ણ તથા તેમનો અંતરાત્મા ભિન્ન-ભિન્ન છે. કૃષ્ણ પરબ્રહ્મ છે અને તેમનાં નામ, રુપ, ગુણ, લીલા આદિમાં કોઇ ભેદ નથી. જે મનુષ્ય પરંપરામાં રહેલો કૃષ્ણભક્ત નથી, તેને માટે કૃષ્ણના સર્વોચ્ચ જ્ઞાન ને સમજવું કઠિન છે. સામાન્ય રીતે કહેવાતા વિદ્વાન, રાજનીતિજ્ઞ, દાર્શનિક તથા સ્વામીઓ કૃષ્ણના પૂર્ણ જ્ઞાન વિના ભગવદગીતા પર ભાષ્ય લખતી વખતે કૃષ્ણને એમાંથી બહાર કાઢી મૂકવાનો પ્રયાસ કરે છે અથવા તેમને મારી નાખવા ઇચ્છે છે. ભગવદગીતાનું આવું અપ્રામાણિક ભાષ્ય માયાવાદી ભાષ્ય કહેવાય છે અને ચૈતન્ય મહાપ્રભુ આપણને આવા અપ્રામાણિક માણસોથી સાવચેત બનાવી ગયા છે. તેઓ કહે છે કે જે મનુષ્યો ભગવદગીતાને માયાવાદી દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરે છે, તેઓ બહુ મોટી ભુલ કરી રહ્યા છે. આવી ભૂલનું દુષ્પરિણામ એ આવશે કે ભગવદગીતાના દિગ્મૂઢ જિજ્ઞાસુ આધ્યાત્મિક માર્ગદર્શનનાં માર્ગમાં મોહગ્રસ્ત થશે અને ભગવદધામમાં પરત જઇ શકશે નહીં.
ભગવદગીતા તેના મૂળ રૂપેને પ્રસ્તુત કરવાનો એકમાત્ર ઉદ્દેશ બધા જિજ્ઞાસુઓને તે ઉદ્દેશનું માર્ગદર્શન કરવાનું છે, જે માટે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ પર બ્રહ્માના એક દિવસમાં અર્થાત પ્રત્યેક ૮,૬૦,૦૦,૦૦,૦૦૦ વષોઁ પછી અવતાર ગ્રહણ કરે છે. ભગવદગીતામાં આ ઉદ્દેશનો ઉલ્લેખ થયો છે અને આપણે તેનો તે જ રૂપમાં સ્વીકાર કરવો જોઇએ, અન્યથા ભગવદગીતા તથા તેના વક્તા ભગવાન શ્રી કૃષ્ણને સમજવાનો કોઇ અર્થ નથી. ભગવાન શ્રી કૃષ્ણે સર્વપ્રથમ લાખો વર્ષ પૂર્વે સૂર્યદેવને ભગવદગીતા પ્રબોધી હતી. આપણે એ વાસ્તવિક્તા સ્વીકારવી રહી અને શ્રી કૃષ્ણની ખોટી વ્યાખ્યા કર્યા વિના ભગવદગીતાના ઐતિહાસિક મહત્વને સમજવું જોઇએ. શ્રી કૃષ્ણની ઇચ્છાનો સંદર્ભ આપ્યા વિના ભગવદગીતાની વ્યાખ્યા કરવી એ મહાન અપરાધ છે. આ અપરાધથી બચવા માટે શ્રી કૃષ્ણને ભગવાનનાં રૂપમાં સમજવાં પડશે કે જે રીતે શ્રી કૃષ્ણના પ્રથમ શિષ્ય અર્જુને તેમને સમજ્યા હતા. ભગવદગીતાનું આવું જ્ઞાન વાસ્તવમાં લાભપ્રદ છે અને જીવનના ઉદ્દેશ્યને પુર્ણ કરવામાં માનવ સમાજનાં કલ્યાણ માટે તે પ્રમાણભૂત જ્ઞાન છે.
માનવ સમાજમાં કૃષ્ણભાવનામૃત આંદોલન અનિવાર્ય છે, કેમ કે તે જીવનની અંતિમ સિદ્ધિ પ્રદાન કરવાવાળું છે. આવું કેમ છે તેની જાણકારી ભગવદગીતામાં આપી છે. દુર્ભાગ્યવશ સંસારી ઝગડાખોર માણસોએ પોતાની આસુરી લાલસાઓને આગળ વધારવા તથા માણસોને જીવનના સિદ્ધાંતોને વ્ય-વસ્થિત સમજવા ન દેવા માટે ભગવદગીતાનો ગેરલાભ ઉઠાવ્યો છે. પ્રત્યેક મનુષ્યે જાણવું જોઇએ કે ઇશ્વર અથવા શ્રી કૃષ્ણ કેટલા મહાન છે અને જીવોની વાસ્તવિક પરિસ્થિતિઓ શું છે? પ્રત્યેક મનુષ્યે એ જાણી લેવું જરૂરી છે કે "જીવ" નિત્ય દાસ છે અને જ્યાં સુધી તે શ્રી કૃષ્ણની સેવા નહીં કરે, ત્યાં સુધી તે જીવન-મૃત્યુના ચક્રમાં ફર્યા કરશે અને માયાવાદી ચિંતકને પણ આ ચક્રમાં ફરવું પડશે. આ જ્ઞાન એક મહાન વિજ્ઞાન છે અને જીવમાત્રએ પોતાનાં હિત માટે આ જ્ઞાનને સાંભળવું જોઇએ.
આ કળિયુગમાં સામાન્ય જનતા શ્રી કૃષ્ણ ની બહિરંગા શક્તિ દ્વારા મોહિત થયેલી છે અને તેને એવી ભ્રાંતિ છે કે ભૌતિક સગવડો પ્રાપ્ત કરવાથી પ્રત્યેક મનુષ્ય સુખી થશે. તેને એ જ્ઞાન નથી કે ભૌતિક બહિરંગ પ્રકૃતિ અત્યંત પ્રબળ છે, કેમ કે પ્રત્યેક જીવ પ્રકૃતિના કઠોર નિયમો દ્વારા ખરાબ રીતે ગ્રસ્ત છે. સૌભાગ્યવશ જીવ ભગવાનના અંશરૂપ છે, તેથી ભગવાનની સેવા કરવી એ જ તેનું સહજ કાર્ય છે. મોહગ્રસ્ત મનુષ્ય વિભિન્ન પ્રકારે પોતાની ઇન્દ્રિયતૃપ્તિ કરીને સુખી થવા ઇચ્છે છે, પરંતુ તેનાથી તે કદી પણ સુખી થઇ શકતો નથી. પોતાની ભૌતિક ઇન્દ્રિયોને તૃપ્ત કરવા કરતાં તેણે ભવવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આ જ જીવનની સર્વોચ્ચ સિધ્ધિ છે. ભગવાન એ જ ઇચ્છે છે અને તેની જ અપેક્ષા રાખે છે. મનુષ્યે ભગવદગીતાના આ કેન્દ્ર્બિંદુને સમજવુઁ જોઇએ. અમારું કૃષ્ણભાવનામૃત આંદોલન સમગ્ર જગતને આ જ કેન્દ્રિય મુદ્દો શીખવે છે, અને અમે "ભગવદગીતા તેના મૂળ રૂપે" ની મૂળ રૂપરેખાને દૂષિત કરતા નથી. તેથી જે મનુષ્ય ભગવદગીતાનું અધ્ધયન કરીને લાભ મેળવવા ઇચ્છે, તે અમારા કૃષ્ણભાવનામૃત આંદોલન પાસેથી આ વિષયમાં સહાયતા પ્રાપ્ત કરી શકે છે. તેથી અમને આશા છે કે અમે "ભગવદગીતા તેના મૂળ રૂપે" ને જે રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ, તેમાંથી બધા લાભ લેશે અને જો એક પણ વ્યક્તિ શુદ્ધ ભગવદભક્ત બનશે, તો અમે અમારો પ્રયાસ સફળ થયો માનીશું.
એ. સી. ભક્તિવેદાંત સ્વામી
૧૨ મે ૧૯૭૧
સિડની, ઓસ્ટ્રેલિયા1