No edit permissions for ગુજરાતી

TEXT 4

atra śūrā maheṣv-āsā
bhīmārjuna-samā yudhi
yuyudhāno virāṭaś ca
drupadaś ca mahā-rathaḥ

અત્ર-અહીં; શૂરા: વીર; મહા ઇષુ આસા:-મહાન ધનુર્ધરો; ભીમ અર્જુન-ભીમ તથા અર્જુન; સમા:-જેવા;યુધિ-યુદ્ધમાં;યુયુધાન:-યુયુધાન;વિરાટ:-વિરાટ;ચ-અને;દ્રુપદ:-દ્રુપદ; ચ-વળી;મહારથ:-મહાન યોદ્ધા. 

અહીં આ સેનામાં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધરો છે, જેમ કે મહારથી યુયુધાન, વિરાટ તથા દ્રુપદ.

                જો કે યુદ્ધકળામાં દ્રોણાચાર્યનાં મહાન સામર્થ્ય સામે ધૃષ્ટદ્યુમ્ન બહુ મહત્વપૂર્ણ અવરોધરૂપ ન હતો, તેમ છતાં, એવા બીજા અનેક યોદ્ધાઓ હતા કે જે ભયના કારણરૂપ હતા. દુર્યોધન તેમનો ઉલ્લેખ વિજય-પથમાંનાં મોટાંં વિઘ્ન તરીકે કરે છે, કારણ કે તેમાંનો દરેક યોદ્ધો ભીમ તથા અર્જુના જેવો દુર્જેય હતો. તે ભીમ તથા અર્જુનની શક્તિને જાણતો હતો, તેથી જ તેણે બીજાઓની સરખામણી તેમની સાથે કરી હતી. 

« Previous Next »