No edit permissions for ગુજરાતી

TEXT 8

bhavān bhīṣmaś ca karṇaś ca
kṛpaś ca samitiṁ-jayaḥ
aśvatthāmā vikarṇaś ca
saumadattis tathaiva ca

ભવાન્-આપ; ભીષ્મ:-પિતામહ ભીષ્મ; ચ-અને; કર્ણ:-કર્ણ; ચ-તથા; કૃપ:-કૃપાચાર્ય; ચ-તથા; સમિતિગ્જય:-સંગ્રામમાં સદા વિજયી; અશ્વત્થામા:-અશ્વત્થામા; વિકર્ણ:-વિકર્ણ; ચ-તેમજ; સૌમદત્તિ:-સોમદત્તનો પુત્ર; તથા- વળી; એવ-નક્કી; ચ-પણ. 

મારી સેનામાં સ્વયં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જેઓ યુદ્ધમાંં હંમેશાં વિજયી રહ્યા છે. 

દુર્યોધન એવા અસાધારણ યુદ્ધવીરોનો ઉલ્લેખ કરે છે કે જેઓ બધા હંમેશાં વિજયી રહ્યા છે. વિકર્ણ દુર્યોધનનો ભાઇ છે, અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર છે અને સૌમદત્તિ અથવા ભૂરિશ્રવા બાહ્લલીકોના રાજાનો પુત્ર છે. કર્ણ અર્જુનનો સાવકો ભાઇ છે, કારણ કે તે કુંતીની કૂખે કુંતીના રાજા પાંડુ સાથે વિવાહ થતાં પહેલાં જન્મ્યો હતો. કૃપાચાર્યની જોડકી બહેન દ્રોણાચાર્યને પરણી હતી. 

« Previous Next »